વૃદ્ધાશ્રમની મુલાકાતે પર નિબંધ Visit to an Old Age Home Essay in Gujarati

વૃદ્ધાશ્રમની મુલાકાતે પર નિબંધ Visit to an Old Age Home Essay in Gujarati: વૃદ્ધાશ્રમ વિશે મેં ઘણી વાતો સાંભળી હતી. પણ કદી વૃદ્ધાશ્રમ જોયું નહોતું. મેં વૃદ્ધાશ્રમ વિશે જાણ્યું ત્યારથી મને તેની મુલાકાત લેવાની ઈચ્છા થઈ હતી. કારણ કે મારે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોના મનની વાત જાણવી હતી.

મારા શહેરમાં ‘નિરાંત’ નામે એક વૃદ્ધાશ્રમ છે. અમારા વર્ગશિક્ષક અમને ‘નિરાંત’ની મુલાકાતે લઈ ગયા હતા. ત્યાં વીસેક વડીલો રહેતા હતા.

વૃદ્ધાશ્રમની મુલાકાતે પર નિબંધ Visit to an Old Age Home Essay in Gujarati

વૃદ્ધાશ્રમની મુલાકાતે પર નિબંધ Visit to an Old Age Home Essay in Gujarati

‘નિરાંત’ના મેનેજર શ્રીમતી કુમુદબેન પરીખ દરવાજા પર અમારી રાહ જોઈ રહ્યાં હતાં. અમે ‘નિરાંત’માં પહોંચ્યા કે તરત તે અમને એક હૉલમાં લઈ ગયાં. એ ‘નિરાંત’નો પ્રાર્થનાખંડ હતો. રોજ સવારે 7 : 00 વાગ્યે વડીલો અહીં ભેગા થઈને પ્રાર્થના કરે છે. અમે પહોંચ્યા ત્યારે 20 વડીલો ત્યાં હાજર હતા. અમે તેમને પગે લાગી તેમના આશીર્વાદ મેળવ્યા પછી તેમની આસપાસ ગોઠવાઈ ગયા.

કુમુદબેને “નિરાંત’ અને વડીલોનો અમને પરિચય આપ્યો. તેમણે વડીલોને અમારી મુલાકાતનો હેતુ જણાવ્યો ત્યારે વડીલોની આંખો આંસુથી છલકાઈ ગઈ. અમે વડીલો માટે શાલ લઈ ગયા હતા. અમે શાલ ઓઢાડી વડીલોનું સમ્માન કર્યું ત્યારે તેઓ ગળગળા થઈ ગયા. અમે એકએક વડીલને પગે લાગ્યા અને વડીલોએ માથે હાથ મૂકીને અમને આશીર્વાદ આપ્યા.

વડીલોની સાથે અમે બધાએ પુષ્કળ વાતો કરી. તેમણે અમારા મમ્મીપપ્પા, ભાઈ- બહેન અને ભણતર વિશે પૂછપરછ કરી. મેં એક દાદાજીને પૂછ્યું કે, ‘તમને અહીં રહેવાનું ગમે છે?” ત્યારે વીસવીસ વડીલોએ એકસાથે ના પાડી. વડીલોએ તેમના પરિવારો વિશે ઘણી બધી વાતો કરી, એમાંથી અમને એવું જાણવા મળ્યું કે વડીલો રાજીખુશીથી નહીં પણ લાચારીને કારણે અહીં રહે છે. જૂની અને નવી પેઢી વચ્ચેના સંઘર્ષને કારણે વડીલોએ વૃદ્ધાશ્રમમાં રહેવું પડે છે. કોઈએ સાચું જ કહ્યું છે, આધુનિક જીવનના બે અભિશાપ.

મા-બાપ વિનાનું ઘર અને
ઘર વિનાનાં મા-બાપ.

પોતાના ઘર અને પરિવારને છોડીને અજાણ્યા લોકો વચ્ચે એકલા રહેવાનું કોને ગમે? પણ ખરેખર જે સગા હોય છે તે વહાલા નથી હોતા અને જે વહાલા હોય છે તે સગા નથી થતા. આધુનિક વિચારોની આ પણ એક નીપજ છે.