જો હું ભગવાન હોઉં તો પર નિબંધ If I become God Essay in Gujarati

જો હું ભગવાન હોઉં તો પર નિબંધ If I become God Essay in Gujarati OR Jo Hum Bhagavana Hou To Gujarati Nibandh: મનુષ્યની કલ્પનાઓ તથા તરંગોનો કોઈ અંત હોતો નથી. તે કલ્પનાની પાંખે ઊડીને ક્યાંયનો ક્યાંય પહોંચી જાય છે. મારા મનમાં પણ એવી કલ્પના જાગી છે કે જો હું પરમેશ્વર હોઉં તો….

જો હું ભગવાન હોઉં તો પર નિબંધ If I become God Essay in Gujarati

જો હું ભગવાન હોઉં તો પર નિબંધ If I become God Essay in Gujarati

પરમેશ્વર થવાની કલ્પનાથી મારામાં અનેક તમન્નાઓ જાગ્રત થઈ છે. જેમ કે, હું પરમેશ્વર હોઉં તો, પૃથ્વી પર એવી સુંદર વ્યવસ્થા કરું કે આ પૃથ્વી પર જ સ્વર્ગ ઊતરી આવે. અહીં લોકો તેમના જીવનનાં તમામ વર્ષો આનંદ અને ઉલ્લાસથી વિતાવે. સૌને પૂરતું અનાજ, પૂરતાં વસ્ત્રો અને રહેવા માટે એકએક સુંદર ઘર મળી રહે.

હું પૃથ્વી પરના દરેક માનવીને તેની ઇચ્છા પ્રમાણેનું કામ મળી રહે તેવી વ્યવસ્થા કરું. ખેતી માટે સમયસર વરસાદ વરસાવું. હું વાવાઝોડું, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, જ્વાળામુખી વગેરે જેવી કુદરતી આપત્તિઓ ઉદ્ભવે નહીં તેની તકેદારી રાખું. જળાશયો હંમેશાં ભરેલાં રહે અને બારે માસ હરિયાળો પાક લહેરાયા કરે તેવું વાતાવરણ સર્જ.

જો હું પરમેશ્વર હોઉં તો આ પૃથ્વી પરથી ભયનું નામોનિશાન મિટાવી દઉં. પ્રાણીઓને મનુષ્યોનો અને મનુષ્યોને પ્રાણીઓનો ભય ન રહે. વાઘ અને બકરી એક ઘાટે પાણી પીતાં હોય તેમજ કૂતરો અને બિલાડી, બિલાડી અને ઉંદર, સાપ અને નોળિયો એકસાથે રહી શકે એવું નિર્ભય વાતાવરણનું સર્જન કર્યું. સજીવોને મૃત્યુનો ભય ન રહે એવી યોજના કરું. દરેક પ્રાણીને તેનું આયુષ્ય અગાઉથી નક્કી કરી આપું. આયુષ્ય પૂરું થતાં જ દરેક સજીવની આંખો બંધ થઈ જાય. આમ, મરણ અગાઉની પીડા ન રહે.

હું એવી વ્યવસ્થા ગોઠવું કે મનુષ્યો કદી બીમાર ન પડે. સૌ મનુષ્યો પોતપોતાના જીવનનો પૂરેપૂરો આનંદ માણે. સૌ મનુષ્યો સુખી, સંતોષી અને આનંદી હોય. કોઈને કોઈની મદદની જરૂર ન પડે. આથી દયા, પ્રેમ, ક્ષમા, સહનશીલતા વગેરે ગુણોની જીવનમાં કોઈને જરૂર જ ન પડે.

જો હું પરમેશ્વર હોઉં તો લોકોને સ્વર્ગ અને નર્કના ખ્યાલોમાંથી પણ મુક્તિ આપી દઉં. દરેકને જીવનજરૂરિયાતની બધી વસ્તુઓ મળી રહેતી હોય અને સૌ સુખી હોય તો માનવ-માનવ વચ્ચે સંઘર્ષ ન થાય. સમાજમાં કોઈ પ્રકારના ઝઘડા ન રહે.

હું બાળકોને નિશાળે ભણવા જવાની પ્રેરણા આપું. હું સાહિત્ય, સંગીત અને કલાનો વિકાસ થાય તેવું વાતાવરણ સર્જ. હું દરેક મનુષ્યને એવો સૌંદર્યપ્રેમી બનાવું કે તેને પંખીઓનો કલરવ સાંભળવો ગમે; મોર અને પોપટ જેવાં સુંદર પંખીઓ જોવાં ગમે તેમજ હસતાં રમતાં, નાચતાં કૂદતાં અને ગાતાં બાળકો ગમે. હું વૃવૃક્ષે સુંદર ફૂલો ઉગાડું. હું સવાર અને સાંજને આફ્લાદક અને બપોરને ખુશનુમા બનાવું.

હું મનુષ્યને નીતિમાન બનાવું. આથી લાંચરુશવત, ભ્રષ્ટાચાર અને કાળાંબજાર જેવું કશું રહે જ નહિ. કોમવાદ, જાતિવાદ, ભાષાવાદ જેવા પ્રશ્નો પણ રહે નહિ. આમ, હું સુંદર સૃષ્ટિનું નિર્માણ કર્યું. પરંતુ શું પરમેશ્વર મારા કરતાં ઓછો બુદ્ધિશાળી હશે ? શું તેણે સુખ અને દુ:ખ, જય અને પરાજય, સ્વર્ગ અને નર્ક, દયા અને નિર્દયતા, રાગ અને કેયનાં વંદો વગર વિચાર્યું સજ્ય હશે ? ખરેખર, કિરતારની કારીગરી અજબ છે. આ બધાં પાછળ તેનો કોઈ શુભ હેતુ અવશ્ય રહેલો હશે. જો હું પરમેશ્વર થાઉં તો જ ઈશ્વરની દરેક લીલા પાછળનું રહસ્ય અને એમાં રહેલું હાર્દ સમજી શકે !