મેં જોયેલું વિજય સરઘસ પર નિબંધ Me Joyelu Vijay Sarghash Essay in Gujarati

મેં જોયેલું વિજય સરઘસ પર નિબંધ Me Joyelu Vijay Sarghash Essay in Gujarati OR Me Joyelu Vijay Sarghash Guajrati Nibandh: ધાર્મિક તહેવારોમાં જેમ યાત્રા સંઘો નીકળે છે, તેમ વિરોધ પ્રદર્શિત કરવા કેકોઈ સામૂહિક માગણી માટે સરઘસ નીકળે છે. ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોનું વિજયસરઘસ નીકળે છે. વિજય સરઘસ જોવાની મઝા કંઈ ઑર હોય છે.

મેં જોયેલું વિજય સરઘસ પર નિબંધ Me Joyelu Vijay Sarghash Essay in Gujarati

મેં જોયેલું વિજય સરઘસ પર નિબંધ Me Joyelu Vijay Sarghash Essay in Gujarati

અહીં થોડા દિવસ પહેલાં વિધાનસભાની ચૂંટણી થઈ ગઈ. ઘણા ઉમેદવારોએ તેમાં ઝંપલાવ્યું હતું. દરેક પક્ષ ચૂંટણીઢંઢેરો બહાર પાડ્યો હતો અને મત મેળવવા માટે જોરશોરથી પ્રચાર કર્યો હતો. દરેક પક્ષ પોતાના ઉમેદવારને વિજયી બનાવવા માટે સભા-સરઘસો યોજતો છાપાંઓમાં ચૂંટણીપ્રચારના લેખો અને સૂત્રો છપાતાં હતાં. મતદારોને આકર્ષવા દરેક પક્ષે લોભામણી જાહેરાતો પણ કરી હતી.

ચૂંટણીનો દિવસ આવતાં બધું શાંત પડી ગયું. લોકોએ, મત આપ્યા. દિવસ દરમિયાન મતદારોની ભારે ચહલપહલ રહી. સમય થતા EVM (ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીનો) મશીનો સીલ કરી દેવાયાં. સૌ ચૂંટણી પરિણામની રાહ જોવા લાગ્યાં.

જિલ્લા મથકે કડક બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ. આજકાલ ઇલેક્ટ્રૉનિક મશીનથી વૉટિંગ થતું હોવાથી મતગણતરી સરળ બની ગઈ છે અને પરિણામ જલદી જાહેર થઈ શકે છે. ચૂંટણીનું પરિણામ જાણવા પક્ષોના ઉમેદવારો, તેમના ટેકેદારો અને રસ ધરાવતા લોકોની મતગણતરીના સ્થળે ભીડ જામી હતી. જેમજેમ ચૂંટણીનાં પરિણામો બહાર પડતાં ગયાં તેમતેમ આખરી પરિણામ અંગે લોકોની ઉત્તેજના વધતી જતી હતી, છેવટનું પરિણામ જાહેર થયું. જે પક્ષના ઉમેદવારો જીત્યા તેઓ અતિ ઉત્સાહમાં આવી ગયા હતા. સૌએ હષાંલ્લાસ સાથે ગુલાલ ઉડાડી નાચવા કૂદવાનું અને સૂત્રો પોકારવાનું શરૂ કરી દીધું હતું. જીતેલા ઉમેદવારોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું અને તેઓનું વિજય સરઘસ નીકળ્યું.

વિજયસરઘસમાં શણગારેલાં ખટારા, મોટરો, ખુલ્લી ગાડીઓમાં જીતેલા ઉમેદવારો, તેમના ટેકેદારો અને અન્ય લોકો હતા. ઢોલ-નગારાં જોરશોરથી વાગતાં હતાં. અનેક લોકો વિજયસરઘસમાં જોડાયા હતા. નાચગાન સાથે, સૂત્રો પોકારતું, ગુલાલ ઉડાડતું વિજયસરઘસ શહેરના માર્ગો પરથી અને જુદા જુદા વિસ્તારોમાંથી પસાર થયું. માર્ગમાં અનેક લોકોએ વિજેતાઓનું ફૂલહારથી સ્વાગત કર્યું. વિજય સરઘસમાં સલામતી માટે પોલીસની મોટી ફોજ પણ જોડાઈ હતી. ચારે તરફ હર્ષોલ્લાસ હતો.

છેવટે વિજય સરઘસ એક સ્થળે સભાના રૂપમાં ફેરવાઈ ગયું. સભાના મંચ પર વિજયી ઉમેદવારોએ સ્થાન લીધું. તેમનું સ્વાગત કરવામાં આવ્યું. વિજયી ઉમેદવારોએ જોરશોરથી ભાષણો કર્યા. તેમાં તેમણે પોતાને વિજયી બનાવવા માટે તેમના ટેકેદારોનો અને મતદારોનો આભાર માન્યો. એટલું જ નહિ ચૂંટણીપ્રચાર વખતે આપેલાં વચનો પૂરાં કરવાની ખાતરી પણ ઉચ્ચારી.

હું મારા પપ્પા સાથે વિજય સરઘસમાં જોડાયો હતો. મને આ બધું જોવા-સાંભળવાની બહુ મજા પડી.

આ બ્લોગ પર તમને નિબંધ, ભાષણ, અમૂલ્ય વિચારો અને વાર્તાઓ વાંચવા મળશે. જો તમને પણ કોઇ માહિતી લખવી છે, તો તમે અમારો બ્લોગ પર લખી શકો છો.