સ્વદેશ પ્રેમ પર નિબંધ Love Your Country Essay in Gujarati

સ્વદેશ પ્રેમ પર નિબંધ Love Your Country Essay in Gujarati or Swadesh Prem Guajrati Nibandh: “जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी।” અર્થાત્ જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતાં છે.

આપણી જનેતા માટે આપણને પ્રેમ હોય છે તેમ આપણી જન્મભૂમિ-માતૃભૂમિ – પ્રત્યે પણ પ્રેમ હોય તે સ્વાભાવિક છે. જે ધરતી પર આપણો જન્મ થયો, જે ધરતીએ આપણને જીવનજરૂરિયાતની બધી વસ્તુઓ પૂરી પાડી તે ધરતી માટે આપણા હૃદયમાં પ્રેમ તથા આદર હોય જ.

સ્વદેશ પ્રેમ પર નિબંધ Love Your Country Essay in Gujarati

સ્વદેશ પ્રેમ પર નિબંધ Love Your Country Essay in Gujarati

વતનનું જતન કરવું તે આપણી પહેલી ફરજ છે. શિવાજી મહારાજના વફાદાર સરદાર તાનાજીએ પોતાના પુત્રનાં લગ્ન પડતાં મૂકીને સિંહગઢ પર આક્રમણ કરવાની તૈયારી બતાવતાં કહ્યું હતું, ‘પદને દેશ, ઝિર પર ‘ આઝાદીની લડાઈમાં આપણા અસંખ્ય દેશબાંધવોએ તન, મન અને ધનનું બલિદાન આપીને માભોમની સેવા કરી હતી. વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ છોડીને આઝાદીની લડાઈમાં જોડાઈ ગયા હતા. ઉદ્યોગપતિઓએ સ્વાતંત્ર્ય-સંગ્રામ માટે પોતાનું ધન સમપ દીધું હતું. નેતાઓએ પોતાનું સર્વસ્વ દેશસેવામાં અર્પણ કરી દીધું હતું. જ્યારે સાહિત્યકારોએ દેશભક્તિનાં ગીતો રચીને દેશસેવાનું કાર્ય કર્યું હતું. આઝાદી પછી પણ ચીન અને પાકિસ્તાનના આક્રમણ વખતે ફરી આપણી દેશદાઝની કસોટી થઈ હતી. આપણા દેશવાસીઓએ તન, મન અને ધન રાષ્ટ્રને સમર્પિત કરીને પોતાની ફરજ અદા કરી હતી.

દેશપ્રેમ એ મહાન ગુણ છે. દેશવાસીઓએ ભામાશાના દેશપ્રેમનું ઉદાહરણ હંમેશાં નજર સામે રાખવું જોઈએ. પચીસ હજાર યોદ્ધાઓને બાર વર્ષ સુધી નભાવી શકાય એટલો મોટો અનાજનો ભંડાર ભામાશાએ રાણા પ્રતાપને ચરણે ધરી દીધો હતો. એટલું જ નહિ, ભામાશાએ વેપારીઓને ચેતવણી આપી હતી કે જે વેપારી અકબરના લશ્કરને શસ્ત્રસરંજામ પૂરો પાડશે તે ભામાશાના હાથે ધૂળ ચાટતો થઈ જશે. એ જ પ્રમાણે આપણે પણ જે વ્યક્તિ કાળાંબજાર કરે છે; લાંચરુશવત લે છે, ભ્રષ્ટાચાર આદરે છે; લાગવગના જોરે ખોટાં કામ કરાવે છે તે બધા દેશદ્રોહીઓને ખુલ્લા પાડવા જોઈએ. જન જમી

“જન્મભૂમિ જે ન ચહે, સૃષ્ટિક્રમ વિરુદ્ધ રાક્ષસ એ.”

વિશ્વના ઇતિહાસમાં અબ્રાહમ લિંકન, જ્યૉર્જ વૉશિંગ્ટન, જોન ઑફ ઑર્ક જેવા. અનેક મહાન દેશભક્તોનાં નામો સુવર્ણ અક્ષરે લખાયાં છે. આપણા દેશમાં પણ દાનવીર ભામાશા, છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, ગોપાલકૃષ્ણ, ગોખલે, લોકમાન્ય તિલક, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુ અને લાલબહાદુર શાસ્ત્રી જેવાં અનેક નામો દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયાં છે. એ સાથે જ સ્વાતંત્ર્યની ચળવળમાં પોતાના પ્રાણની આહુતિ આપનારા અનેક નામી – અનામી ક્રાંતિવીરોની શહાદતને પણ કેવી રીતે ભૂલી શકાય? એમાં સુભાષચંદ્ર બોઝ, લાલા લજપતરાય, વીર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, ખુદીરામ બોઝ, ચાફેકર બંધુઓ, વીર સાવરકર જેવા અનેક દેશભક્તોનો સમાવેશ થાય છે.

દેશપ્રેમ એ મહાન ગુણ છે એ વાત સાચી પરંતુ ‘ફક્ત આપણો દેશ જ મહાન છે’ એવું મિથ્યાભિમાન આપણા વિકાસને બાધક નીવડે. પશ્ચિમના દેશોની શિસ્ત, સ્વચ્છતા, નવું નવું જાણવાની ધગશ, પરિશ્રમવૃત્તિ, નિષ્ઠા વગેરે ગુણો આપણા દેશવાસીઓએ જીવનમાં ઉતારવા જોઈએ. પશ્ચિમની સંસ્કૃતિને વગોવવાના બદલે આપણે પશ્ચિમનું જે સારું છે તે સ્વીકારીશું તો આપણો દેશ સાચી દિશામાં પ્રગતિ કરી શકશે. રવીન્દ્રનાથ ટાગોરે યોગ્ય જ કહ્યું છે કે, ‘તમે તમારા દેશને ચાહો પણ પૂજા તો સત્યની જ કરો.’

ખરેખર, નાગરિકોની રાષ્ટ્રભાવના તથા દેશપ્રેમ જ રાષ્ટ્રની ઉન્નતિની આધારશિલા છે.