21 મી સદીમાં પ્રવેશતા ભારત સામેના પડકારો પર નિબંધ India in the 21st Century Essay in Gujarati

21 મી સદીમાં પ્રવેશતા ભારત સામેના પડકારો પર નિબંધ India in the 21st Century Essay in Gujarati or 21 Mi Sadi Nu Bharat Guajrati Nibandh: ભારતનો ભૂતકાળ અતિ ભવ્ય છે. ભારત પ્રાચીન સંસ્કૃતિનો અને અવતારી પુરુષોનો એક સમૃદ્ધ દેશ હતો. રજપૂત રાજાઓના અંદરોઅંદરના ઝઘડાના કારણે અંગ્રેજો દોઢસો વર્ષ ભારતમાં શાસન કરી ગયા.

21 મી સદીમાં પ્રવેશતા ભારત સામેના પડકારો પર નિબંધ India in the 21st Century Essay in Gujarati

21 મી સદીમાં પ્રવેશતા ભારત સામેના પડકારો પર નિબંધ India in the 21st Century Essay in Gujarati

ગાંધીજીના અહિંસક આંદોલનથી અંગ્રેજોને ભારત છોડવાની ફરજ પડી, ભારત 15 ઑગસ્ટ, 1947ના દિવસે આઝાદ થયો. આઝાદ ભારત સામે અનેક પડકારો હતા. ગરીબી, બેકારી, નિરક્ષરતા, નાતજાતના ભેદભાવો, દેશી રજવાડાંને ભારતસંઘમાં જોડવા વગેરે અનેક સમસ્યાઓનું નિરાકરણ કરવાનું હતું. તે વખતના પ્રામાણિક રાજકીય નેતાઓએ આ પ્રશ્નોના નિરાકરણ માટે ઘણા સક્રિય પ્રયત્નો કર્યા હતા. આઝાદી પછી ઔદ્યોગિક, ખેતીવાડી, શિક્ષણ, આરોગ્ય વગેરે ક્ષેત્રે દેશનો ઝડપી વિકાસ થયો છે. સમાજમાંથી નાતજાતના ભેદભાવ પણ ઓછા થયા છે. ગામડાંઓની પરિસ્થિતિ સુધરી છે. ગામડાંને જોડતા પાકા રસ્તાઓ તૈયાર થયા છે અને તેથી વાહનવ્યવહારની સગવડો ઘણી વધી છે. મોટા ભાગનાં ગામડાંઓમાં વીજળીકરણ થયું છે. ગામલોકો આધુનિક સુખસગવડો ભોગવવા લાગ્યા છે.

દેશના અનેક ક્ષેત્રે ઝડપી વિકાસ થયો હોવા છતાં 21મી સદીમાં પ્રવેશેલા ભારતે અનેક પડકારોનો સામનો કરવાનો છે. દેશના ઝડપી વિકાસનું અવરોધક બળ વસ્તીવધારો છે. આઝાદી વખતે 36 કરોડની વરતી હતી. આજે તે વધીને એકસો વીસ કરોડના આંકને પણ વટાવી ગઈ છે. તેની સાથે અનાજ, રહેઠાણ, બેકારી, ગરીબી, મોંઘવારીની સમસ્યાઓ પણ માથાના દુખાવા જેવી બની છે. વાહનો અને કારખાનાંના ધુમાડા તથા ઘોંધાટથી હવા અને અવાજનું પ્રદૂષણ ખૂબ વધ્યું છે. ચાલીઓ અને ગંદા વસવાટોથી ગંદકી અને રોગોનું પ્રમાણ પણ વધ્યું છે.

ભારતે રાજકીય ક્ષેત્રે અનેક પડકારોનો સામનો કરવાનો છે. સ્વાર્થી અને ભ્રષ્ટાચારી રાજકારણીઓએ મતો મેળવવા ધર્મ-જાતિ-કોમ-સંપ્રદાય વગેરેને નામે દેશમાં ગૂંચવાડાનું તથા હિંસાનું વાતાવરણ ઊભું કર્યું છે, તેથી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવનામાં ઓટ આવી છે. આતંકવાદ, માફિયાગીરી, કાશ્મીરનો પ્રશ્ન વગેરે સમસ્યાઓ પણ દેશની પ્રગતિમાં અડચણરૂપ છે. પાકિસ્તાન સાથે સંઘર્ષની પરિસ્થિતિ હોવાથી દેશના સંરક્ષણ પાછળ થતો અબજો રૂપિયાનો ખર્ચ પણ દેશના વિકાસને રૂંધે છે.

દેશમાં અવારનવાર દુષ્કાળ, અતિવૃષ્ટિ, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આફતો પણ આવ્યા કરે છે. ભારત રમતગમત ક્ષેત્રે પણ ઘણું પાછળ છે. બાળમજૂરનું પ્રમાણ પણ ચિંતાજનક છે.

ભારતમાંથી જુદાજુદા ક્ષેત્રના ઘણા બધા વિદ્વાનો ભારતમાં સંતોષજનક કામ અને વળતર ન મળતાં પરદેશ ચાલ્યા જાય છે. આમ, પરદેશ ચાલ્યા જતા બુદ્ધિધનને રોકવાનો પડકાર પણ ભારતે ઝીલવાનો છે.

ભારતે આવા અનેક પડકારોનો સામનો કરવાનો છે. ભારતના યુવાન નાગરિકો જાગૃત થાય તો ઘણી સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે. જો વસ્તીવધારો અને ભ્રષ્ટાચારને નાથી શકાય તો બીજા પડકારોનો સામનો કરવો સરળ બનશે.

ભારતની પ્રજાને ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા છે. કહેવાય છે કે ભારતમાં ઈશ્વરનો વાસ. છે. આપણા સૌના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોમાં ઈશ્વર સહાય કરશે જ.