એક ફાટેલી ચોપડીની આત્મકથા પર નિબંધ Autobiography of a Torn Book Essay in Gujarati

એક ફાટેલી ચોપડીની આત્મકથા પર નિબંધ Autobiography of a Torn Book Essay in Gujarati OR Ek Phateli Copadini Atmakatha Gujarati Nibandh: આજથી પાંચ વર્ષ પહેલાં એક વિદ્વાન લેખકને ઘેર મારો જન્મ થયો હતો. એ લેખકે મારી હસ્તપ્રત તૈયાર કરીને પ્રકાશકને મોકલી હતી. હસ્તપ્રતમાંની પ્રેરણાદાયક વાર્તાઓ વાંચીને પ્રકાશક અત્યંત ખુશ થયા હતા. તેમણે મને એક સુંદર પુસ્તક રૂપે પ્રકાશિત કરવાનો નિર્ધાર કર્યો.

એક ફાટેલી ચોપડીની આત્મકથા પર નિબંધ Autobiography of a Torn Book Essay in Gujarati

એક ફાટેલી ચોપડીની આત્મકથા પર નિબંધ Autobiography of a Torn Book Essay in Gujarati

પ્રકાશકે એક ચિત્રકાર પાસે વાર્તાઓને અનુરૂપ સુંદર ચિત્રો તૈયાર કરાવ્યાં. એમણે મારા માટે આકર્ષક મુખપૃષ્ઠ પણ તૈયાર કરાવ્યું. પછી એ પ્રકાશકે બધી વાર્તાઓનું સારા કાગળ પર સુંદર છાપકામ કરાવ્યું. જોતજોતામાં મારી હજાર પ્રતો છપાઈને તૈયાર થઈ ગઈ.

પ્રકાશકે પોતાના સૂચિપત્રમાં મને સ્થાન આપ્યું. ઘણા પુસ્તકવિક્રેતાઓ પ્રકાશક પાસેથી મારી દસદસ પંદરપંદર નકલો ખરીદીને લઈ ગયા. મને અન્ય પુસ્તકો સાથે આકર્ષક રીતે દુકાનોમાં ગોઠવવામાં આવી.

એક દિવસ એક સજ્જન પુસ્તકોની દુકાને આવ્યા. તે એક પછી એક પુસ્તક ઉથલાવવા લાગ્યા. છેલ્લે એ મારી પાસે આવ્યા. તે મારું આકર્ષક મુખપૃષ્ઠ, સુંદર વાર્તાઓ, વાર્તાઓને અનુરૂપ સુંદર ચિત્રો, આકર્ષક છાપકામ વગેરે જોઈને ખૂબ પ્રભાવિત થયા. આથી મારી ઢિંમત ઊંચી હોવા છતાં તે મને ખરીદીને લઈ ગયા. આ રીતે મારી કદર થવાથી મને ઘણો આનંદ થયો.

સાંજે તે મને એક છોકરીના જન્મદિનની મિજબાનીમાં લઈ ગયા. તેમણે મને ‘બર્થ ડે ગિફ્ટ’ તરીકે તે છોકરીને ભેટ આપી. એ છોકરી મને જોઈને ખુશખુશ થઈ ગઈ.

એ છોકરીના જન્મદિન નિમિત્તે અનેક બાળકો અને વડીલો રંગબેરંગી વસ્ત્રોમાં ત્યાં એકઠાં થયાં હતાં.

બીજે દિવસે એ છોકરી મને તેના દફતરમાં મૂકીને શાળામાં લઈ ગઈ. તેણે હોંશેહોંશે તેનાં વર્ગશિક્ષિકાને મારાં ચિત્રો અને વાર્તાઓ બતાવ્યાં. મારું અવલોકન કરીને તેનાં વર્ગશિક્ષિકા બહેન પણ ઘણાં ખુશ થયાં. તેમણે મારામાંથી બેચાર વાર્તાઓ વિદ્યાર્થીઓને વાંચી સંભળાવી અને તેમને મારાં ચિત્રો પણ બતાવ્યાં, આથી વર્ગના બધા વિદ્યાર્થીઓ ખુશખુશ થઈ ગયા. કેટલાક વિદ્યાર્થીઓ વારાફરતી મને તેમને ઘેર લઈ ગયા.

પેલી છોકરી મારી ખૂબ સંભાળ રાખતી હતી. તે અવારનવાર મને લઈને કોઈ એકાંત સ્થળે બેસી જતી અને રસપૂર્વક મારામાંની વાર્તાઓ વાંચતી તેમજ ચિત્રો જોયા કરતી. તેના ઘેર કોઈ પણ મહેમાન આવે ત્યારે તે તેમને મારા ચિત્રો અચૂક બતાવતી. આમ, હું એ છોકરીનું પ્રિય પાત્ર બની ગઈ.

આમ ને આમ બે વર્ષ વીતી ગયાં, એક દિવસ તે છોકરીએ મને એક કબાટમાં પૂરી દીધી. ત્યાં મને અકળામણ થવા લાગી. એક દિવસે તેનાં માસી તેને ઘેર રહેવા આવ્યાં. હું તેમની નજરે ચડી ગઈ. તે મને તેમને ઘેર લઈ ગયાં. તેમનો દીકરો અને જોઈને ખુશ થઈ ગયો. તે મને હોંશેહોંશે વાંચવા બેઠો. એટલામાં તેના મિત્રોએ તેને રમવા માટે બોલાવ્યો એટલે તે રમવા ચાલ્યો ગયો. મને જમીન પર મૂકી હતી. એવામાં પેલા છોકરાની નાનકડી બહેન મારી પાસે આવી પહોંચી અને તેણે મારા કેટલાંક પાનાં ફાડી, નાખ્યાં. અચાનક મારી આવી દુર્દશા થઈ જશે, તેનો તો મને સપનેય ખ્યાલ ન હતો. હવે પુસ્તકોના કબાટમાં મારું સ્થાન રહ્યું નહિ. મને પસ્તીના ઢગલા વચ્ચે ખડકી દેવામાં આવી. ખેર, લાંબેટુંકે જિંદગી ન મપાય. હું મારા ટૂંકા જીવનકાળ દરમિયાન પણ અનેક બાળકોને મારા તરફ આકર્ષી શકી તેનો મને આનંદ છે. મારી વાતઓિનો પણ આ જ બોધ છે.

તમે કેટલાં વર્ષ જીવો છો તે મહત્ત્વનું નથી, પરંતુ તમે કેવું જીવો છો તે જ મહત્ત્વનું છે.