યુવાની અને ફેશન પર નિબંધ Youth and Fashion Essay in Gujarati OR Yuvani Ane Fashion Guajrati Nibandh: વ્યક્તિ સ્વભાવે ફૅશનપ્રિય હોય છે. તે રૂપાળી, આકર્ષક, ચબરાક અને આધુનિક દેખાવા ઇચ્છે છે. સુંદર જોવું અને સુંદર દેખાવું એ માણસનો સ્વાભાવિક ગુણ છે. ફૅશનથી પર રહેવા કોઈ જ ઇચ્છતું નથી. જીવનનું કોઈ પણ ક્ષેત્ર ભાગ્યે જ એવું હશે કે જે ફેશનથી પર રહ્યું હોય. આપણા પોશાક, રીતભાત, જીવનશૈલી, ખોરાક, સાહિત્ય, રાચરચીલું વગેરે ફેશનથી પર રહ્યો નથી. એમાંય યુવાની એટલે જીવનની વસંત. વસંતમાં નવાં પાન-ફૂલ ન ફૂટે તો જ નવાઈ. યુવાની તો ફૅશન પાછળ ગાંડીઘેલી હોય!
યુવાની અને ફેશન પર નિબંધ Youth and Fashion Essay in Gujarati
યુવાનીને ફૅશન સાથે ઘનિષ્ટ સંબંધ હોય છે. બાળકો અને વૃદ્ધો કરતાં યુવાનોને ફૅશનનો વાયરો વધારે સ્પર્શે છે. મુંબઈ, લંડન કે પેરિસમાં જેવી કોઈ નવી ફેશન શરૂ થાય કે તરત તે દુનિયાના વિવિધ ભાગોમાં તેની અસર પહોંચી જાય છે. ફ્રાન્સનું પેરિસ શહેર તો દુનિયાના ફાનકેન્દ્ર તરીકે જાણીતું છે. ચિત્રપટનો પડદો, ટેલિવિઝન, ફૅશન શો, સૌદર્યસ્પર્ધાઓ, મેળાવડા, હૉટેલો વગેરે વિવિધ માધ્યમો દ્વારા ફૅશનનો ઝડપી ફેલાવો થાય છે. કોઈ પોતાની જાતને જુનવાણી કહેવડાવવા ઇચ્છતું નથી. યુવાનો અને યુવતીઓ તેઓના માનીતા અભિનેતાનું, અભિનેત્રીનું, ક્રિકેટરનું કે અન્ય કોઈ વ્યક્તિનું અનુકરણ કરતાં હોય છે. યુવાનો તેમનાં પોશાક, પૅર-સ્ટાઇલ, આભૂષણો, રીતભાત, છટા વગેરે અપનાવતા હોય છે.
ફેશનમાં વખતોવખત જૂની ફેશનો પાછી આવતી દેખાય છે જેમ કે, પૅન્ટની મોરી લાંબી થતી જાય ટૂંકી થતી જાય, બ્લાઉઝની બાંય લાંબી થાય કે ટૂંકી થાય. એવું જ અન્ય વસ્ત્રોનું પણ થયા કરે છે. ક્યારેક જૂનાં પારંપરિક વસ્ત્રો ફેશનરૂપે ફરીફરી જોવા મળે છે. જેમ કે, ચણિયાચોળી, કચ્છ-કાઠિયાવાડનાં વિવિધ ભાતવાળાં કપડાં, રાજસ્થાનના ઘેરવાળા ઘાઘરા વગેરે. તો ક્યારેક પારંપરિક રીતભાત કે વસ્ત્રો થોડા ફેરફાર સાથે ફરી નવી ફૅશનરૂપે આવે છે. એવું જ ઘરેણાં, પર્સ, બૂટ-ચંપલ, કૅર-સ્ટાઇલ જેવી અનેક બાબતોમાં પણ અવનવી ફેશન જોવા મળે છે.
આજે ફેશનના નામે અનેક આધુનિક વ્યવસાયો વિકસ્યા છે. અવારનવાર યોજાતી સૌદર્યસ્પર્ધાઓ તથા ટીવી, અખબારો અને ફિલ્મોને કારણે યુવાનોમાં ફૅશન પ્રત્યેનું આકર્ષણ ખૂબ વધ્યું છે, આથી ફેશન ડિઝાઇનરો નિત નવી ફેશનોની શોધમાં વ્યસ્ત રહે છે. તેમાં લાખો રૂપિયા ખર્ચાય છે. દિવસરાત નવીનવી ફૅશનો સર્જાતી જાય છે. લંડન, પૅરિસ, ટોક્યિો, મુંબઈ, ન્યૂ યૉર્ક, રોમ, બર્લિન, હૉલીવુડ વગેરે સ્થળો ફેશનોનાં જન્મસ્થાન છે.
સુંદર-સુઘડ ફૅશન વાતાવરણને જીવંત અને આનંદદાયક બનાવે છે, એથી વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ થાય છે. વ્યક્તિ સ્કૂર્તિ અને તાજગી અનુભવે છે, પરંતુ ફૅશનનું આંધળું અનુકરણ સમય, શક્તિ અને પૈસાનો બગાડ કરે છે. વળી, કેટલીક ફેશનો આપણા દેશની આબોહવા કે વાતાવરણને અનુકુળ – અનુરૂપ ન પણ હોય ! તેમાં પણ કીમતી પોશાકો કે અન્ય સૌંદર્યવર્ધક ચીજવસ્તુઓ અમીર લોકોને જ પોસાતાં હોય છે. તે બધાંનું આંધળું અનુકરણ કરવાથી મધ્યમ વર્ગ અને ગરીબ લોકો ખોટા ખર્ચના ખાડામાં ઊતરી જાય છે.
આપણા દેશનાં સંસ્કાર, સંસ્કૃતિ તેમજ વાતાવરણને અનુકૂળ હોય તેવી જ રૅશન આપણે અપનાવવી જોઈએ. ફેશન આપણા ખિસ્સાને પરવડે તેમ છે કે કેમ તે જોવું જોઈએ. ફૅશન સ્વીકાર્ય, પ્રશંસનીય અને પોસાય તેવી હોવી જોઈએ. યાદ રાખીએ કે ફેશન આપણા માટે છે, આપણે ફેશન માટે નથી.
ખરી રીતે તો સાદગી એ જ ઉત્તમ ફૅશન છે, અંગ્રેજીમાં કહેવત છે : ‘Simplicity is the best ornament.’ (સાદગી શ્રેષ્ઠ ઘરેણું છે.)