વસંતઋતુ પર નિબંધ Vasant Ritu Essay in Gujarati

વસંતઋતુ પર નિબંધ Vasant Ritu Essay in Gujarati:

મલયાનિલોની પીંછી ને રંગો ફૂલોના હૈ,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના?”

– મનોજ ખંડેરિયા

પ્રત્યેક ઋતુને તેનાં આગવાં રંગ-રૂપ અને સૌદર્ય હોય છે. એમાં વસંતત્રતુના સૌંદર્યની તો વાત જ નિરાળી છે !

વસંતની પહેલાં શિશિર આવે છે. શિશિરમાં વૃક્ષોનાં પાંદડાં ખરી પડે છે પછી રૂમઝૂમ પગલે વસંતનું આગમન થતાં વૃક્ષો ખીલી ઊઠે છે. વનસ્પતિમાં સંજીવની છંટાય છે. વૃક્ષોમાં નવચેતનનો, નવયૌવનનો સંચાર થાય છે. વૃક્ષો નવપલ્લવિત થઈ ઊઠે છે, જાણે કોઈ નવયૌવના !

વસંતઋતુ પર નિબંધ Vasant Ritu Essay in Gujarati

વસંતઋતુ પર નિબંધ Vasant Ritu Essay in Gujarati

વસંત એ નવસર્જનની ઋતુ છે. વસંતના આગમન સાથે જ વૃક્ષોના દેહમાં નવો પ્રાણ પ્રગટે છે. તેમની ડાળીએ ડાળીએ કુંપળો ફૂટે છે, આમ્રવૃક્ષની ઘટાઓમાં છુપાઈને કોયલ મધમીઠા ટહુકા કરે છે. આમ્રવૃક્ષો પર મબલક મંજરીઓ મૉરી ઊઠે છે. ઉપવનોમાં રંગબેરંગી અને સુગંધી પુષ્પો ખીલી ઊઠે છે. રંગબેરંગી કેસૂડાનાં ફૂલોનાં કેસરી ઝુંડ કુદરતની શોભામાં ઑર વધારો કરે છે. પતંગિયાં અને મધમાખીઓ પુષ્પોની આસપાસ ઘુમરાવા લાગે છે. ફૂલેફૂલે ભમરા ગુંજારવ કરે છે. કવિશ્રી મનોજ ખંડેરિયા વસંતની શોભા વર્ણવતાં લખે છે :

આ ડાળીડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતનાં.”

ચારે બાજુ વસંતનું સામ્રાજ્ય છવાઈ જાય છે. સર્વત્ર વસંતનો વિજય થાય છે.

વસંતઋતુમાં વાતાવરણ અત્યંત ખુશનુમા બની જાય છે. ન વધારે ઠંડી, ન વધારે ગરમી. અણધાર્યા વરસાદની પણ ચિંતા નહિ. આ ઋતુની સમધારણ આબોહવા જીવસૃષ્ટિને માટે આફ્લાદક હોય છે. શીતળ વાસંતી લહેરો અને સૂર્યનાં કોમળ કિરણોનો સ્પર્શ જીવનને તાજગીથી ભરી દે છે.

માનવજીવન પર પણ વસંતનો કેવો પ્રભાવ પડે છે ! પ્રાચીન સમયમાં લોકો આ તુમાં સમૂહનૃત્યો કરતા હતા. આપણા લોકસાહિત્યમાં પણ વસંતઋતુનાં નૃત્યગીતોનાં અનેરો મહિમા ગવાયો છે. માનવજીવનમાં વસંતત્રતુ ઉલ્લાસ પ્રેરે છે. એની પ્રાકૃતિક શોભા નિહાળીને લોકોનાં હૈયાં આનંદથી ઝૂમી ઊઠે છે. વસંતપંચમી, હોળી અને ધુળેટી વસંતનાતુના મુખ્ય તહેવારો છે. હોળીમાં આબાલવૃદ્ધ સૌ રંગ અને ગુલાલ વડે મન ભરીને રમે છે. લોકો ઢોલના તાલે ઝૂમે છે, નાચે છે તેમજ વસંતનાં અને હોળીનાં ગીતો ગાય છે.

આવી આવી વસંતની પૂર્ણિમા પ્રભાળી :
વસંત રાણી રમણે ચડી રે લોલ.’

વસંતે ધરતીને સ્વર્ગથી સવાઈ કરી. દેવો ને માનવોનાં હૈયાં મહેંકતાં કરી દીધાં. કવિનો આનંદ-ઉદ્ગાર જુઓ:

‘હાં રે મારી ક્યારીમાં મહેંકે મહેંક મહેકી
હો રાજ ! કોઈ વસંત લ્યો, વસંત લ્યો !’

વિશ્વભરના કવિઓએ આ ઋતુને ઘણાં લાડ લડાવ્યાં છે. વસંતઋતુ આપણને જીવનમાં પ્રેમ અને સૌંદર્યનું કેટલું બધું મહત્ત્વ છે તેનો ખ્યાલ આપે છે. કેટલાક કવિઓએ એને ‘વિલાસની ઋતુ’ તરીકે પણ ઓળખાવી છે; પણ ખરેખર તો એ સ્કૂર્તિદાયક ઋતુ છે.

વસંતના સૌંદર્યને માણવા માટે આપણે ખુલ્લામાં વૃક્ષ પારો કે બાગબગીચા કે જંગલમાં જવું જોઈએ. જો આપણે ઘરની ચાર દીવાલોમાં પુરાઈ રહીએ અને ટીવી વગેરે જોવામાં જ રોકાયેલા રહીએ તો આપણને વસંતની શોભાનો ખ્યાલ જ શી રીતે આવે? તેથી જ કવિ દલપતરામે આપણને વસંતઋતુનો ઠોઠ કેવો હોય છે એ વાત આ પંક્તિઓમાં સમજાવી છે :

“રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો,
મુકામ તેણે વનમાં જમાવ્યો.”