વર્ષાઋતુ પર નિબંધ Varsha Rutu Essay in Gujarati

વર્ષાઋતુ પર નિબંધ Varsha Rutu Essay in Gujarati: પૃથ્વી ઉપર ઋતુઓનું ચક્ર સતત ફર્યા કરે છે. ગ્રીષ્મઋતુ વિદાય થતાં વષ તુનું આગમન થાય છે. ગ્રીષ્મની કાળઝાળ ગરમીથી સૌ કોઈ ત્રાહિમામ્ ત્રાહિમામ પોકારી ઊઠે છે, તેથી વરસાદના આગમનની બધાં ચાતકનજરે રાહ જુએ છે.

‘‘થરથર ભીંજે આંખ-કાન, વરસાદ ભીંજવે
શ્રેને કોનાં ભાન-સાન, વરસાદ ભીંજવે.”
– રમેશ પારેખ

વર્ષાઋતુ પર નિબંધ Varsha Rutu Essay in Gujarati

વર્ષાઋતુ પર નિબંધ Varsha Rutu Essay in Gujarati

ચોમાસું શરૂ થતાં જ આકાશમાં કાળાં ડિબાંગ વાદળાં છવાઈ જાય છે. એ જોઈ સૌના મનમાં વરસાદના આગમનની આશા જન્મે છે. પવનના સુસવાટા થાય છે, ધૂળની ડમરીઓ ઊડે છે. વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ સાથે મેઘરાજાની પધરામણી થાય છે.

વરસાદનું આગમન થતાં સધળે આનંદઆનંદ છવાઈ જાય છે. મોરલાની ગહેક, કોયલના ટહુકા અને દેડકાંનું ‘ડ્રાંઉં… ડ્રાંઉં…’ સમગ્ર વરસાદી વાતાવરણને જીવંત બનાવે છે. મોર કળા કરે છે, ખેડૂતો હરખધેલા થઈ વર્ષનાં ગીતો ગાય છે. નાનાં બાળકો વરસાદમાં નાચે છે, કુદે છે, ગાય છે, વરસાદને આવકારે છેવરસાદનું આગમન થતાં સધળે આનંદઆનંદ છવાઈ જાય છે. મોરલાની ગહેક, કોયલના ટહુકા અને દેડકાંનું ‘ડ્રાંઉં… ડ્રાંઉં…’ સમગ્ર વરસાદી વાતાવરણને જીવંત બનાવે છે. મોર કળા કરે છે, ખેડૂતો હરખધેલા થઈ વર્ષનાં ગીતો ગાય છે. નાનાં બાળકો વરસાદમાં નાચે છે, કુદે છે, ગાય છે, વરસાદને આવકારે છે

“આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ;
ઊની ઊની રોટલી ને, કારેલાંનું શાક.“

બારીએ બેસીને કે આંગણામાં ઊભા રહીને વરસતા વરસાદને જોવાની અને તેનું મધુરું સંગીત સાંભળવાની ખૂબ મજા પડે છે. વરસાદમાં નાહવાની મજા તો જે વરસાદમાં નહાય એને જ સમજાય છે.

વરસાદના આગમનથી ધરતીમાંથી મીઠી સોડમ આવે છે. ધરતી પર લીલુંછમ ઘાસ ઊગી નીકળે છે. ધરતી નવું રૂપ ધારણ કરે છે. ધરતીએ લીલી સાડી પહેરી હોય એવું મનોહર દશ્ય આંખને ઠારે છે. લીલાછમ કુણાકૂણા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાની મજા પડે છે. વરસાદનાં નવાં પાણીથી છલકાતાં જળાશયો જીવંત લાગે છે. ખેતરોમાં લીલોછમ પાક લહેરાવા લાગે છે. આ ઋતુમાં અવારનવાર દેખાતું સપ્તરંગી મેઘધનુષ નીલગગનમાં શોભી ઊઠે છે.

ક્યારેક દિવસો સુધી ધોધમાર વરસાદ પડે છે. પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. નદીઓમાં પૂર આવે છે. પૂરનાં પાણી ગામોમાં અને ખેતરોમાં ફરી વળે ત્યારે ઘણું નુકસાન થાય છે. ધોધમાર વરસાદને લીધે ક્યારેક કાચાં મકાનો ધરાશાયી થઈ જાય છે, ગરીબ લોકોનાં ઘરવખરી અને ઢોર તણાઈ જાય છે. ખેતરોમાં ઊભેલો મોલ ધોવાઈ જાય છે.

ભારે વરસાદથી શહેરોના રસ્તાઓમાં પાણી ભરાઈ જાય છે. રસ્તાઓ પર ચાલતાં વાહનો ખોટકાઈ જાય છે. જનજીવન ઠપ થઈ જાય છે. બધે ઘણું નુકસાન થાય છે, ત્યારે આપણને કુદરતના રોદ્ર સ્વરૂપનાં દર્શન થાય છે. બારે મેઘ તૂટી પડે છે. પૃથ્વી વર્ષના પ્રકોપને પોતાના ઉરમાં સમાવી શકતી નથી. અનાવૃષ્ટિ સૂકો દુકાળ છે, તો અતિવૃષ્ટિ લોકો માટે લીલો દુકાળ છે.

સારા વરસાદને કારણે મબલખ પાક ઊતરે છે અને ચારે તરફ આનંદનું વાતાવરણ છવાઈ જાય છે. ખેડૂતો હળોતરા કરે છે. લોકો પોતાના આનંદને પ્રગટ કરવા માટે જાતજાતના ઉત્સવો ઊજવે છે. આ ઉત્સવોમાં જન્માષ્ટમી, પર્યુષણ, ગણેશચતુર્થી, નવરાત્રિ, દશેરા અને દિવાળી જેવા તહેવારો મુખ્ય છે. લોકો આવા ઉત્સવોનો આનંદ લૂંટે છે. વ્રતઉપવાસ કરે છે. પ્રભુને રીઝવે છે.

વર્ષાઋતુનું આગવું સૌંદર્ય છે, તો તેની કેટલીક મુશ્કેલીઓ પણ છે. વર્ષાઋતુમાં કાદવકીચડ અને ગંદકી વધારે થાય છે. તેથી માખી અને મચ્છરનો ઉપદ્રવ વધે છે, પરિણામે મેલેરિયા, મરડો અને વાળા જેવા રોગ ફેલાય છે.

હવા, પાણી અને ખોરાક એ માનવજીવનની ત્રણ મુખ્ય જરૂરિયાતો છે. હવા તો કુદરતે આપણને વિપુલ પ્રમાણમાં આપી છે, પરંતુ પાણી અને અનાજની વિપુલતાનો આધાર વરસાદ પર છે. પશુધનને તંદુરસ્ત અને જીવતાં રાખવા માટે ઘાસચારો જરૂરી છે, તેનો આધાર પણ વરસાદ પર જ છે. આમ, વર્ષાઋતુ સૌના જીવન માટેનો મુખ્ય આધાર છે.

સાચે જ વર્ષાઋતુ અન્નપૂર્ણા છે. તેનું પ્રાકૃતિક સૌંદર્ય અને તેની મહત્તાને ધ્યાનમાં લઈને જ કવિઓએ તેને ‘તુઓની રાણી’ કહી છે. કવિશ્રી બાલમુકુન્દ દવેએ વરસાદના સૌમ્ય રૂપને કાવ્યમાં ઉતાર્યું છે :

આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી,
પેલાં રેલી ચાલ્યાં રૂપ કોઈ ઝીલો જી.”