હડતાલ: એક દુષણ પર નિબંધ Strike Essay in Gujarati

હડતાલ: એક દુષણ પર નિબંધ Strike Essay in Gujarati: ઔદ્યોગિક ક્રાંતિ પછી. સમાજમાં મજૂર અને શેઠ એવા બે વર્ગ ઊભા થયા, બે વર્ગ વચ્ચે અંતર વધ્યું. સંઘર્ષ ઊભો થયો. મજૂર વર્ગ પોતાની માગણીઓ માટે હડતાલને અસરકારક શસ્ત્ર તરીકે ઉપયોગમાં લેતો થયો.

હડતાલ: એક દુષણ પર નિબંધ Strike Essay in Gujarati

હડતાલ: એક દુષણ પર નિબંધ Strike Essay in Gujarati

આજે મજૂરો અને કર્મચારીઓને પોતપોતાનાં સંઘો અને સંગઠનો હોય છે. મજૂરો અને કર્મચારીઓ તેમના પગારવધારા માટે, જુદીજુદી માગણીઓ મંજૂર કરાવવા માટે કે બોનસ મેળવવા માટે એમ અનેક કારણોસર હડતાલ પાડે છે. કેટલીક વાર મોંધવારી અને ભાવવધારાનું કારણ આગળ ધરીને વિરોધપક્ષો પણ હડતાલનું એલાન આપે છે. કોઈ વાર કોઈ રાજકીય નેતાની ધરપકડ થાય ત્યારે તેને છોડાવવા માટે પણ હડતાલ પડાવવામાં આવે છે. આમ, હડતાલનું ચક્કર ચાલ્યા જ કરતું હોય છે. આવી હડતાલો મજૂરો ? કર્મચારીઓ ઉપરાંત દાક્તરો, નસ, ઑફિસરો, બૅન્ક કર્મચારીઓ, ડ્રાઇવરો, કંડક્ટરો વગેરે તમામ વર્ગના લોકોને અનુકૂળ થઈ પડે છે.

હડતાલનાં જુદાં જુદાં સ્વરૂપો હોય છે. સંગઠિત વગાં દ્વારા ‘વર્ક ટુ રુલ’, ‘ભૂખ હડતાલ’, ‘પ્રતીક ઉપવાસ’, “પેન ડાઉન સ્ટ્રાઇક’, ‘આમરણાંત ઉપવાસ’ જેવા વિવિધ કાર્યક્રમો આપવામાં આવે છે. કેટલીક વાર સરઘસો કાઢીને સંબંધિત વર્ગને આવેદનપત્રો આપવામાં આવે છે. કેટલીક વાર રાજકીય પક્ષો કે અસામાજિક તત્ત્વો આવાં વિરોધ પ્રદર્શનોમાં ભળી જાય છે ત્યારે તોફાનો પણ ફાટી નીકળે છે; વાહનવ્યવહાર ખોરવાઈ જાય છે; નિશાળો, કચેરીઓ, બૅન્કો, પોસ્ટ-ઑફિસો, બજારો વગેરે બંધ થઈ જાય છે; જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. અસામાજિક તત્ત્વો આવી અરાજકતાનો ગેરલાભ ઉઠાવે છે. તકવાદી અને લેભાગુ તત્ત્વો દુકાનોનાં તાળાં તોડી લૂંટફાટ પણ કરે છે. ઘણી વાર તોફાનોને કાબૂમાં લેવા માટે પોલીસને ગોળીબાર કરવાની ફરજ પડે છે. એમાં મુખ્યત્વે તો નિર્દોષ લોકો જ માય જાય છે. છૂટક મજૂરી કરીને ગુજારો કરતા શ્રમજીવીઓની રોજીરોટી છિનવાઈ જાય છે. સરકાર કે માલિકો હડતાલિયા કર્મચારીઓને મચક ન આપે તો હડતાલ લાંબા સમય સુધી ચાલે છે. કેટલીક વાર હડતાલિયાઓ ધીરજ ગુમાવીને હડતાલ સમેટી લે છે. સરકાર ઘણી વાર હડતાલિયાઓની માગણીઓ સ્વીકારી લે છે. આથી રાજ્યની તિજોરી પર આર્થિક બોજો વધે છે. પરિણામે કરવેરા વધે છે તેથી ચીજવસ્તુઓના ભાવો વધે છે. છેવટે મોંઘવારી વધે છે. ફરીથી કર્મચારીઓ નવી માગણીઓ રજૂ કરે છે. આમ, આ વિષચક્ર ચાલ્યા જ કરે છે. છાશવારે કર્મચારીઓ વડે પાડવામાં આવતી હડતાલોથી દેશનું ઉત્પાદન ઘટે છે તથા ઔદ્યોગિક વિકાસ અટકે છે, પરિણામે દેશને ભારે આર્થિક નુકસાન થાય છે.

હડતાલ એ સમાજને લાગુ પડેલો એક ધાતક રોગ છે. રાજકીય પક્ષો, જુદાજુદા કર્મચારી સંધોના નેતાઓ અને વિદ્યાર્થીનેતાઓ હડતાલના નામે કેટલીક વાર અંગત સ્વાર્થ સાધી લે છે. આ નેતાઓએ હડતાલનો આશરો લેવાને બદલે સરકાર કે માલિકો સાથે અર્થપૂર્ણ વાટાઘાટો કરવી જોઈએ. ન છૂટકે હડતાલ પાડવાની જરૂર ઊભી થાય તોપણ સામાન્ય જનજીવન ખોરવાય નહિ, દૈનિક મજૂરી કરીને રોજીરોટી મેળવતા લોકોને અસર થાય નહિ અને રાજકીય કે અસામાજિક તત્ત્વો તેનો ગેરલાભ ન ઉઠાવે તેની તકેદારી રાખવી જોઈએ.

સરકારે અને માલિકોએ પણ કર્મચારીઓ અને મજૂરોની વાજબી માગણીઓને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો તેમની માગણીઓ યોગ્ય હોય તો તે સ્વીકારવી જોઈએ, પરંતુ જો તેમની માગણીઓ અયોગ્ય હોય તો તેનો કોઈ પણ સંજોગોમાં સ્વીકાર કરવો જોઈએ નહિ અને તેમની સામે કડક હાથે કામ લેવું જોઈએ.