શરદ પૂર્ણિમાની રાત પર નિબંધ Sharad Purnima Essay in Gujarati

શરદ પૂર્ણિમાની રાત પર નિબંધ Sharad Purnima Essay in Gujarati: ભારતીય પરંપરાના, વર્ષના બારેય માસની બાર પૂર્ણિમાઓ કોઈને કોઈ તહેવાર સાથે જોડાયેલી છે. આમ માનવજીવન ગાતુચક્રો સાથે અભિન્ન રીતે જોડાયેલું છે. ઋતુ એ પરિવર્તનશીલ. પ્રકૃતિનો સ્વભાવ છે, શ્વાસ છે. એમાંય આસો માસની પૂર્ણિમા, જેને આપણે શરદપૂનમ કહીએ છીએ, તેનો અનેરો પ્રભાવ જ તેનું અનેરું વૈશિષ્ટય છે. લોકગીતમાં પણ એનો અનેરો મહિમા થયો છે:

શરદ પૂર્ણિમાની રાત પર નિબંધ Sharad Purnima Essay in Gujarati

શરદ પૂર્ણિમાની રાત પર નિબંધ Sharad Purnima Essay in Gujarati

‘આસો માસ ને શરદ પૂનમની રાત જો;
ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં.”

શરદપૂનમની રાત્રે વાતાવરણમાં નથી હોતી ગ્રીષ્મની દઝાડે તેવી ગરમી કે નથી હોતી હેમંતની ધ્રુજાવનારી ઠંડી. શરદનું વાદળાં વિનાનું આકાશ સ્વચ્છ દેખાય છે. વર્ષોત્ર-તુમાં કાદવકીચડ તેમજ માખી અને મચ્છરથી કંટાળી ગયેલો માનવ શરદઋતુના ચોખ્ખાચણાક વાતાવરણથી પ્રસન્ન થાય છે. નવરાત્રિની નવનવ રાત્રિ સુધી જામેલા રાસગરબાનો આનંદ શરદપૂર્ણિમાની રાતે પરાકાષ્ઠાએ પહોંચે છે.

યુવક-યુવતીઓ સુંદર વસ્ત્રો પહેરીને આનંદ અને ઉલ્લાસથી શરદપૂનમ ઊજવે છે. શરદપૂનમની રાત્રે ઠેરઠેર રાસગરબાનું આયોજન થાય છે. સૂર, લય અને તાલની સંગતમાં રાસગરબાની રમઝટ મચે છે. લોકો મોડી રાત સુધી ગરબે ઘૂમે છે. ખાણીપીણીની જયાફત ઊડે છે. ચાંદનીનો શીતળ સ્પર્શ પામેલા દૂધપૌઆનો સ્વાદ કંઈક ઑર જ હોય છે.

શરદપૂનમની રઢિયાળી રાતે દૂધ જેવી સફેદ ચાંદનીમાં ફરવા જવાનું કોને ન ગમે? કોઈ અગાસીમાં, કોઈ ખુલ્લા મેદાનમાં, કોઈ બાગબગીચામાં તો કોઈ નદી, તળાવ કે સાગરકાંઠે જઈને શરદપૂનમની ચાંદનીનું રૂપસૌંદર્ય માણે છે. સાગરકિનારે બેસીને પૂનમની ભરતી જોવી એ પણ એક અનેરો લહાવો છે. બાળકોને આકાશમાંથી વરસતી ચાંદનીમાં રમવાની ખૂબ મજા આવે છે. ચાંદની રાત્રે જે લોકો નૌકાવિહારનો આનંદ માણી શકે છે તે ધન્ય થઈ જાય છે. શરદપૂનમની ચાંદની -રાતનું સૌંદર્ય કવિઓને માટે પ્રેરણાદાયક બની રહે છે. બાલમુકુન્દ દવે ‘શરદરજની’ વિશે લખે છે :

જગસકલની ત્રાંબાઝૂંડી ભરી તસુ એ તસુ,
શશિયર સ્વયં ના’વા જાણે રહ્યો નભથી સરી.”

જે વ્યક્તિ શરદપૂર્ણિમાની રાતનું સૌંદર્ય માણે તે જ તેને સારી રીતે જાણી શકે. શરદપૂર્ણિમાને ‘માણેકઠારી (ઠંડી રાત) પૂનમ’ પણ કહે છે. શરદપૂનમને આપવામાં આવેલી આ ઉપમા કેટલી યથાર્થ છે !

આ બ્લોગ પર તમને નિબંધ, ભાષણ, અમૂલ્ય વિચારો અને વાર્તાઓ વાંચવા મળશે. જો તમને પણ કોઇ માહિતી લખવી છે, તો તમે અમારો બ્લોગ પર લખી શકો છો.