મનોરંજનના આધુનિક માધ્યમો વિશે પર નિબંધ Modern Means of Entertainment Essay in Gujarati

મનોરંજનના આધુનિક માધ્યમો વિશે પર નિબંધ Modern Means of Entertainment Essay in Gujarati OR Manoranjananam adhunika Sadhano Guajrati Nibandh: જીવનમાં એકવિધતા કાયમ કંટાળાજનક હોય છે. માણસનું મન હંમેશાં નવીનતા. ઝંખે છે. મનની આ ઝંખનાને કારણે માણસને મનોરંજનની જરૂર પડે છે. મનોરંજન વડે મન પ્રસન્ન અને સ્વસ્થ રહે છે. સ્વસ્થ શરીર માટે પ્રસન્નમન અત્યંત જરૂરી છે, તેથી આપણા તન અને મનની તંદુરસ્તી માટે મનોરંજન આવશ્યક છે.

મનોરંજનના આધુનિક માધ્યમો વિશે પર નિબંધ Modern Means of Entertainment Essay in Gujarati

મનોરંજનના આધુનિક માધ્યમો વિશે પર નિબંધ Modern Means of Entertainment Essay in Gujarati

મનોરંજન માટે માણસે જાતજાતના નુસખા શોધી કાઢ્યા છે. કેટલીક શારીરિક અને માનસિક પ્રવૃત્તિઓ વડે મનોરંજન થઈ શકે છે. દશ્ય-શ્રાવ્ય કલાઓ અને ખેલકૂદ એ મનોરંજન માટેનાં બે મોટાં માધ્યમો છે.

કાવ્ય, સંગીત, નૃત્ય અને નાટક જેવી કલાઓનો મનોરંજન માટે પ્રાચીનકાળથી ઉપયોગ થતો રહ્યો છે. રાજાશાહી યુગમાં સાઠમારી, મલ્લયુદ્ધ, કંદ્વયુદ્ધ, રેસ, ચોપાટની રમત, ઘોડેસવારી, હાથીની સવારી, શિકાર, તલવારબાજી, ભાલાફેંક વગેરે જેવી રમતોમાંથી માણસ ભરપૂર મનોરંજન મેળવતો હતો.

ત્યારપછી નટ-બજાણિયા અને મદારીના ખેલો વડે મનોરંજન થવા લાગ્યું. કથાવાર્તા, ભવાઈ, આખ્યાનો, કૂકડા અને બળદોની લડાઈ, હાટ-મેળા, લોકકલાકારો, ભજનિકો વગેરે પણ મનોરંજનનું માધ્યમ બન્યાં. ભાલાફેંક, બરછીફેંક, ગોળાફેંક, ચક્રફેંક, ઊંચો કૂદકો, લાંબો કૂદકો, વિનદોડ, ખો-ખો અને કબડીની રમતો, યોગ-વ્યાયામ વગેરે જેવી ખેલકૂદની હરીફાઈઓ થતી. એમાં ભાગ લેનાર રમતવીરો અને પ્રેક્ષકો બંને વગોંનું ભરપૂર મનોરંજન થતું. ભૂતકાળમાં શિષ્ટ નાટકો લખાતાં તેમજ ભજવાતાં. મનોરંજનની સાથેસાથે જીવનનાં મૂલ્યો પણ પીરસવામાં આવતાં.

જ્ઞાન-વિજ્ઞાનના વિકાસની સાથેસાથે મનોરંજનનાં સાધનોનો પણ વિકાસ થયો છે. થિયેટર, ટીવી અને રેડિયો, મનોરંજનનાં આધુનિક સાધનો છે. થિયેટરોમાં નિયમિતપણે નાટક, નૃત્ય, સંગીત, વાર્તાલાપો અને હાસ્યના કાર્યક્રમો યોજાય છે. તેનાથી બહોળા પ્રમાણમાં મનોરંજન થાય છે, થિયેટર્સની જેમ સ્ટેડિયમ પણ મનોરંજન મેળવવા માટેનું આધુનિક સ્થળ છે, જ્યાં ક્રિકેટ જેવી રમતોની મૅચો યોજાય છે. નવરાત્રિ દરમિયાન મોટાં મેદાનોમાં પ્રદર્શનો, ગરબા મહોત્સવો, રામલીલા, આનંદમેળાઓ અને વેપારી મેળાઓ યોજાય છે. ત્યાં ખાણી-પીણી અને આનંદ-પ્રમોદનાં સાધનોની ઉત્તમ વ્યવસ્થાઓ કરવામાં આવે છે.

આધુનિક ટેલિવિઝને આપણી દુનિયા બદલી નાખી છે. વિશાળ સ્કીન અને હાઇટેક સાઉન્ડને કારણે ટીવી આપણને ઘરમાં જ થિયેટરનો આભાસ કરાવે છે. હાય, સમાચાર, વિજ્ઞાન, ભૂગોળ, શિક્ષણ, સિનેમા, ખેલકૂદ, ધાર્મિક, સાંસકૃતિક, સંગીત, શિક્ષણ વગેરે અનેક વિષયોની ચૅનલ્સ ચોવીસ કલાક આપણું મનોરંજન કરે છે. રેડિયો પણ મનોરંજનનું એક અસરકારક માધ્યમ છે. તેના દ્વારા પણ સમાચાર, નાટક, કવિતા, સંગીત, ચર્ચા, ઇન્ટવ્યું વગેરે જેવા અસંખ્ય લોકપ્રિય કાર્યક્રમોનું બ્રૉડકાસ્ટિંગ થાય છે. આધુનિક રેડિયો જૉકી તેમની વાછટાથી કાર્યક્રમને રોચક બનાવે છે. લાઇવ ક્વિઝ શૉ, કૉમેડી શૉ, સંગીત- નૃત્ય-નાટ્ય સ્પર્ધાઓ, કુકિંગ શ વગેરે ટીવીના કાર્યક્રમો અત્યંત લોકપ્રિય નીવડ્યા છે.

સુગમ સંગીત, ફિલ્મ સંગીત અને હાસ્યપ્રધાન નાટકો પ્રેક્ષકોની ખાસ પસંદગી ધરાવે છે. શહેરી વિસ્તારોમાં અવારનવાર આવા કાર્યક્રમો યોજાય છે. ગ્રામ્ય વિસ્તારમાં લોકસંગીત અને ભજનના કાર્યક્રમો વધુ લોકપ્રિય છે.

જોકે દેશના ખૂણેખૂણે છેલ્લાં વર્ષોમાં ક્રિકેટ મૅચોએ જબરું આકર્ષણ જમાવ્યું છે. બે મોસમો આવે ત્યારે દેશમાં ભારે લોકજુવાળ પેદા થાય છે. એક ચૂંટણીઓની મોસમ અને બીજી ક્રિકેટમૅચની મોસમ. આજકાલ IPL એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગની ભારે બોલબાલા છે. દુનિયાના શ્રેષ્ઠ ક્રિકેટરોની ધંધાદારી ટીમો IPLની મૅચમાં ભાગ લે છે. ક્રિકેટના અસંખ્ય ચાહકોને IPLની મૅચો ઉત્તમ મનોરંજન આપે છે.

આમ સમયની સાથે મનોરંજનના સાધનો, માધ્યમો અને કક્ષામાં પરિવર્તન થતું રહે છે. મનોરંજનનું સ્વરૂપ પણ લોકોની માગણી અનુસાર ઘડાતું હોય છે.