મને બોલાવે મારું માદરે વતન પર નિબંધ Mane Bolave Maru Madare Vatan Essay in Gujarati

મને બોલાવે મારું માદરે વતન પર નિબંધ Mane Bolave Maru Madare Vatan Essay in Gujarati: ‘जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी’ એટલે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. જન્મભૂમિ એટલે વતન, માતૃભૂમિ, માદરે વતન.

મયો નદીની ગોદમાં વસેલું કાંકણપુર ગામ, એ મારું માદરે વતન છે. તે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલું છે. ગામની વસ્તી પાંચેક હજારની હશે. ગામની વચ્ચે એક નાનું બજાર આવેલું છે.

મને બોલાવે મારું માદરે વતન પર નિબંધ Mane Bolave Maru Madare Vatan Essay in Gujarati

મને બોલાવે મારું માદરે વતન પર નિબંધ Mane Bolave Maru Madare Vatan Essay in Gujarati

ગામની પાદરે એક તળાવ અને તેને કિનારે એક શિવમંદિર, આવેલું છે. ગામની એમ. જી. શાહ હાઈસ્કૂલમાં હાયર સેકંડરી સુધી શિક્ષણ આપવામાં આવે છે. અહીં હાયર સેકંડરી સુધીનો અભ્યાસ પૂરો કર્યા પછી કૉલેજનું શિક્ષણ લેવા માટે મારે અમદાવાદ જવું પડ્યું. સારી કારકિર્દી ઘડવા માટે મને અમદાવાદ ઘણું સારું લાગ્યું. મેં અમદાવાદની એસ. વી. આર્ટસ કૉલેજમાં પ્રવેશ લીધો અને સાથેસાથે એક વકીલની ઑફિસમાં નોકરી શરૂ કરી. હું સવારે 7:30થી 10:30 સુધી કૉલેજમાં વર્ગો ભરતો અને 11:00થી 7:00 દરમિયાન નોકરી કરતો.

નોકરીમાંથી રજા મળે ત્યારે હું મારા ગામમાં દોડી જતો. ત્યાં મમ્મીપપ્પા અને ભાઈબહેનોની સાથે રહેવા મળતું. પછી પાછા શહેરમાં જઈ અભ્યાસ અને નોકરીમાં જોતરાઈ જવું પડતું. શરૂઆતમાં મને મારા ખર્ચ જેટલી રકમ મળી રહેતી હતી. સમય જતાં મારો પગાર વધતો ગયો પછી બચત પણ થવા લાગી. હું પ્રસંગોપાત્ત પપ્પાને મદદરૂપ પણ થઈ શકતો હતો. મમ્મી-પપ્પા મારી પ્રગતિથી ખુશ હતાં. મેં નોકરી કરતાં કરતાં જ બી. એ. અને એલ. એલ. બી.નો અભ્યાસ પૂરો કર્યો. અભ્યાસ પૂરો થતાં મેં પણ એક ઑફિસ લીધી અને વકીલાત શરૂ કરી. સમય જતાં મારી વકીલાત સારી પેઠે જામી ગઈ. પછી તો કામકાજ એટલું વધી ગયું કે વતનમાં જવાનું લગભગ બંધ જ થઈ ગયું. શહેરની કાળઝાળ મોંઘવારીમાં અને ધંધાની ગળાકાપ હરીફાઈમાં ટકી રહેવા માટે રાત-દિવસ મહેનત કરવી પડતી. આમ ને આમ વર્ષો વહી ગયાં.

સદ્નસીબે મારું કામકાજ સારું ચાલે છે. રહેવા માટે આલિશાન ઘર મળ્યું છે. હરવા-ફરવા માટે સરસ મજાની કાર છે અને મારો નાનકડો અને સુખી પરિવાર છે. આવી સુખ-સાહેબીમાં રહેવા છતાં ઘણી વાર મન ઉદાસ થઈ જાય છે. પરિવાર અને મિત્રો સાથે હોઉં તોપણ ઘર ખાલી ખાલી લાગે છે. ભાણામાં મનગમતી વાનગીઓ હોય છતાં જમવાનું ગમે જ નર્ટી ! કોઈ વાર દૂરથી આવતા સંગીતના સૂરો મને બેચેન બનાવી મૂકે !

એવું લાગે છે કે દૂરદૂરથી મારું માદરે વતન જાણે કે મને ક્યારનું પોકારી રહ્યું છે. હું તો મારા ભણતરમાં અને ધંધામાં એવો ડૂબી ગયો કે મને મારું વતન યાદ જ ન આવ્યું. પણ મારું વહાલું માદરે વતન મને કદી ભૂલે ખરું? શી ખબર કેટલાંય વર્ષોથી એ મને બોલાવી રહ્યું છે.

મારા ગામની કલકલ વહેતી મયો નદી, કમળોથી છવાયેલું તળાવ, ગામની શેરીઓ, મંદિર, મારા ભાઈબંધો, પ્રેમાળ વડીલો, એક્સાથે મને સાદ પાડી રહ્યાં છે. મને રહી રહીને મારા માદરે વતનનો પરિચિત સાદ સંભળાઈ રહ્યો છે. જલ્દીમાં જલ્દી માદરે વતન પહોંચી. જવા મારું મન અધીરું બની ગયું છે. મારા અંતરમાં રહીરહીને એક જ નાદ પડઘાય છે, ‘મને બોલાવે મારું માદરે વતન.’