જીવન : એક પડકાર પર નિબંધ Life is a Challenge Essay in Gujarati

જીવન : એક પડકાર પર નિબંધ Life is a Challenge Essay in Gujarati:

रुक जाना नहीं तू कभी हार के,
कांटों पे चल के मिलेंगे साये बहार के।

જીવન : એક પડકાર પર નિબંધ Life is a Challenge Essay in Gujarati

જીવન : એક પડકાર પર નિબંધ Life is a Challenge Essay in Gujarati

આ પંક્તિઓ જીવન વિશે ઘણું બધું કહી જાય છે. જીવન વિશે એટલી બધી વાતો થઈ છે, કે તેનો કોઈ પાર નથી. સૌ પોતપોતાની રીતે વિચાર કરે છે, તેથી જીવનની અનેક વ્યાખ્યાઓ મળે છે. જીવનને કોઈ ખેલ માને છે તો કોઈ નાટક, શેક્સપિયરે કહ્યું : ‘Life is a stage, and we all are its characters.’ એને વચન, અહેસાસ, જુગાર વગેરે જેવી ઉપમાઓ આપવામાં આવી છે. આમ જીવન વિશે લોકોમાં અનેક માન્યતાઓ છે. એ તમામ માન્યતાઓનો સાર એ જ છે કે જીવન એક પડકાર છે. કોઈકે યોગ્ય જ કહ્યું છે કે, ‘Life is a question, nobody can answer it.” અર્થાત્ જીવન એવો પ્રશ્ન છે કે જેનો કોઈ જવાબ નથી.

આપણા જીવનમાં દિવસેદિવસે સુખસગવડો વધી રહી છે, વિકાસની તકો વધી રહી છે, સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે. છતાં આપણે સંપૂર્ણ સુખી નથી. જીવન સરળ અને સુગમ લાગવું જોઈએ તેને બદલે જટિલ અને અધરું લાગે છે.

સુખસગવડો વધે છે તેની સાથે સમસ્યાઓ પણ વધે છે. જેમ કે શહેરો અને ઉદ્યોગોનો વિકાસ થયો તેની સાથે ગંદકી, પ્રદૂષણ અને ઝૂંપડપટ્ટીઓમાં વધારો થયો છે.

મોબાઇલ ફોન એ 21મી સદીની ક્રાંતિકારી શોધ છે, પણ તેનું રેડિએશન જીવલેણ નીવડી શકે છે. સેલ્ફ ફાઇનાન્સ કૉલેજો અને શાળાઓને લીધે શિક્ષણનો વ્યાપ વધ્યો પણ શિક્ષણનું સ્તર તળિયે ગયું છે. મોંઘુંદાટ શિક્ષણ લીધા પછી પણ નોકરી મેળવવા માટે વર્ષો સુધી સંઘર્ષ કરવો પડે છે. લાગવગ, ભ્રષ્ટાચાર અને બેકારી જેવાં દૂષણોનો સામનો કરવામાં આશાસ્પદ યુવાનોનાં અમૂલ્ય વર્ષો વેડફાઈ જાય છે.

કોઈ પણ સમયે જીવન સીધું, સરળ કે સુગમ હોતું નથી. જીવનનો માર્ગ અનેક સમસ્યાઓ અને અવરોધોથી ભરેલો છે. કવિ પ્રીતમે એક કાવ્યમાં લખ્યું છે કે,

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને
પરથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને.

જીવનપથને પણ આ જ નિયમ લાગુ પડે છે. ઝિંદાદિલી હોય તો જ જીવનરૂપી પડકાર ઝીલી શકાય.

આ બ્લોગ પર તમને નિબંધ, ભાષણ, અમૂલ્ય વિચારો અને વાર્તાઓ વાંચવા મળશે. જો તમને પણ કોઇ માહિતી લખવી છે, તો તમે અમારો બ્લોગ પર લખી શકો છો.