પ્રદૂષણ એક સાર્વત્રિક સમસ્યા પર નિબંધ Environmental Pollution Essay in Gujarati

પ્રદૂષણ એક સાર્વત્રિક સમસ્યા પર નિબંધ Environmental Pollution Essay in Gujarati: વિશ્વમાં આજે પ્રદૂષણ ઘટાડવા માટે અનેક ઉપાયો થવા લાગ્યા છે. ભારત જેવા દેશોમાં પ્રદૂષણ ચિંતાજનક રીતે વધતું રહ્યું છે.

આપણે એકવીસમી સદીમાં પ્રવેશી ચૂક્યા છીએ. આ સદીમાં કદાચ આપણે વધુ સારી સુખસગવડો મેળવી શકીશું. પરંતુ તેની સાથેસાથે આપણે અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડશે. એમાં પ્રદૂષણની સમસ્યા આપણા અસ્તિત્વ માટે સૌથી વધુ ખતરનાક સાબિત થાય તેમ છે.

પ્રદૂષણ એક સાર્વત્રિક સમસ્યા પર નિબંધ Environmental Pollution Essay in Gujarati

પ્રદૂષણ એક સાર્વત્રિક સમસ્યા પર નિબંધ Environmental Pollution Essay in Gujarati

વીસમી સદીમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે અનેક ઉદ્યોગધંધા સ્થપાયા છે, એમાંના અનેક ઉદ્યોગોમાં સતત ઝેરી પદાર્થો ઉત્પન્ન થયા કરે છે. તેની સાથે વાહનવ્યવહાર પણ ખૂબ વધી ગયો છે. ડીલ કે પેટ્રોલથી ચાલતાં વાહનો હવામાં કાર્બન મોનૉક્સાઇડ જેવો ઝેરી વાયુ છોડતાં જ રહે છે. આથી હવામાં કાર્બન મોનૉક્સાઈડનું પ્રમાણ વધી જાય છે. વળી, વાહનોને લીધે અવાજનું પ્રદૂષણ પણ ઘણું વધવા પામ્યું છે.

કૃષિક્ષેત્રે રાસાયણિક ખાતરો તેમજ ઝેરી જંતુનાશક દવાઓનો ઉપયોગ વધ્યો હોવાથી. અનાજ અને શાકભાજી પણ પ્રદૂષિત બન્યાં છે અને જમીનની ફળદ્રુપતા ઘટી છે. વળી, રાસાયણિક કારખાનાઓમાંથી ઘણી વાર ઝેરી ગૅસનું ગળતર થાય છે અને તેનાથી ભયંકર દુર્ઘટના સર્જાય છે. ઈ. સ. 1984માં ભોપાલમાં આવી દુર્ઘટના સર્જાઈ હતી. રસાયણોનાં કારખાનાં ધરાવતાં શહેરોમાં કોઈ પણ સમયે ગેસ ગળતર જેવી દુર્ઘટના સર્જાવાનો સતત ભય રહે છે.

છેલ્લાં પચાસ વર્ષોમાં આપણા દેશની વસ્તીમાં ઘણો વધારો થયો છે. બેફામ વસ્તીવધારાને કારણે અનેક સમસ્યાઓ થઈ છે. શહેરો માનવવસ્તીથી ઊભરાઈ રહ્યાં છે. શહેરોમાં અનેક લોકો ગંદી ઝૂંપડપટ્ટીમાં નરકથી પણ બદતર હાલતમાં જીવન ગુજારે છે. કારખાનાં અને વધતી જતી વસ્તીને રહેઠાણો પૂરાં પાડવા માટે જંગલોનો આડેધડ નાશ કરાયો છે. તેથી વરસાદનું પ્રમાણ ઘટ્યું છે અને ગરમીનું પ્રમાણ વધ્યું છે. કારખાનાનું દૂષિત પાણી નદીઓ કે સાગરમાં ઠલવાતાં, જળચર પ્રાણીઓનું જીવન પણ જોખમમાં મુકાઈ ગયું છે અને પીવા માટેનાં શુદ્ધ પાણીની અછત સર્જાઈ છે.

વીસમી સદીમાં બે વિશ્વયુદ્ધો થયાં હતાં. તેમાં અણુબૉમ્બનો પણ ઉપયોગ થયો હતો. જાપાનના હિરોશીમા અને નાગાસાકી જેવાં શહેરોનો સંપૂર્ણપણે નાશ થઈ ગયો અને પંચોતેર હજાર માણસો મૃત્યુ પામ્યા. ત્યારપછી સંયુક્ત રાષ્ટ્રસંઘ(UNO)ની સ્થાપના થતાં કોઈ પણ દેશ અન્ય દેશ પર હાઇડ્રોજન બૉમ્બનો ઉપયોગ ન કરે તે માટે યુનો દ્વારા ભારે પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ પ્રદૂષણને લીધે આજે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે બૉમ્બ ઝીંક્યા વગ પણ માનવી પ્રદૂષણના કારણે રિબાઈ રિબાઈને કમોતે મૃત્યુ પામે.

આમ, હવા, પાણી, અવાજ અને ઝેરી ગૅસના પ્રદૂષણને લીધે આજે માનવજીવન ભયમાં મુકાઈ ગયું છે. વિશ્વના શાણા લોકો તેનાથી ચિંતિત છે. આ ભય ઘટાડવાના ઉપાયો પણ કરવામાં આવી રહ્યા છે. 5મી જૂન વિશ્વ પર્યાવરણદિન’ તરીકે ઊજવવામાં આવે છે. વળી, દર વર્ષે ‘વૃક્ષારોપણદિન’ પણ ઊજવવામાં આવે છે. હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ ઘટે તેવા ઉપાયો લોકોને અવારનવાર સૂચવવામાં આવે છે. ઠેર ઠેર નવાં શ્નો રૌપાય, તેની માવજત થાય અને બિનજરૂરી રીતે વૃક્ષો કપાય નહિ તેની તકેદારી રાખવામાં આવે છે. વળી, જંગલો વધારવાના પ્રયાસો પણ કરવામાં આવે છે. વાહનોના ધુમાડાનું પ્રદૂષણ ઘટાડવા વાહનોના એન્જિનની તપાસ કરાવી PUC સર્ટિફિકેટ મેળવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. પરમાણુશસ્ત્રોનો નાશ કરવા માટે પણ ગંભીરતાથી વિચારણાઓ કરવામાં આવી રહી છે.

પ્રદૂષણ ઘટાડવાના ઉપાયોમાં આપણે પણ સરકારને સહકાર આપીએ, નહિતર પ્રદૂષણ રૂપી રાક્ષસ આપણને વિના શત્રે મોતને ઘાટ ઉતારી દેશે.

આ બ્લોગ પર તમને નિબંધ, ભાષણ, અમૂલ્ય વિચારો અને વાર્તાઓ વાંચવા મળશે. જો તમને પણ કોઇ માહિતી લખવી છે, તો તમે અમારો બ્લોગ પર લખી શકો છો.