મારા શૈશવનાં સંસ્મરણો પર નિબંધ Childhood Essay in Gujarati: “प्रवासस्य कथा रम्या” એટલે કે પ્રવાસની કથા સુંદર હોય છે. એ ઉક્તિ જેવી જ બીજી ઉક્તિ છે : શૈશવચ કથા Mા અર્થાત્ બાળપણની કથા સુંદર હોય છે. મારા બાળપણના રમ્ય દિવસોની સ્મરણકથા પણ રસપ્રદ અને યાદગાર છે. હું મારા બાળપણને મારા જીવનનો સુવર્ણકાળ ગણું છું.
“માણ્યું તેનું સ્મરણ કરવું,
એય છે એક લહાણું.”
ન કોઈ ચિંતા, ન કોઈ બંધન, કેવો જાહોજલાલીનો સુવર્ણકાળ ! રમરણપોથીનું એક-એક પૃષ્ઠ કેટલું મજાનું !
મારા શૈશવનાં સંસ્મરણો પર નિબંધ Childhood Essay in Gujarati
હું ત્રણેક વર્ષનો થયો, ત્યારપછીની મારા જીવનની કેટલીક ઘટનાઓ અને આજે પણ યાદ છે. બાળપણમાં મારી બધી ચિંતા મારાં માતાપિતા અને દાદાદાદી કરતાં હતાં. સૂર્યોદય થયા પછી પણ નિરાંતે ઊઠવાનું; મમ્મી માથાકુટ કરીને થાકી જાય ત્યારે બ્રશ કરવાનું; મારા માટે ગરમ કરેલું દૂધ ઠંડું થઈ જાય પછી ફરીથી મમ્મી ગરમ કરી આપે ત્યારે પરાણે પીવાનું અને મમ્મી મને ખેંચીને બાથરૂમમાં લઈ જાય એટલે રડતાંરડતાં નાહવાનું – આ મારો રોજનો ક્રમ હતો. આખો દિવસ પાડોશીનાં છોકરાંની સાથે રમ્યા કરવાનું, બધાં સાથે દાદાગીરી કરવાની, દોરતોની સાથે વારંવાર કિટ્ટા-બુચ્ચા કર્યા કરવાની, ક્યારેક કોઈ વસ્તુ મેળવવા માટે મમ્મી. આગળ જીદ કરવાની, એના બદલામાં ક્યારેક મમ્મીના હાથનો માર પણ ખાવાનો અને છેવટે રડતાંરડતાં ઊંઘી જવાનું – બાળપણમાં હું આવો નાદાન અને જિદ્દી હતો.
ત્રણ વર્ષ પૂરાં થતાં મને બાલમંદિરમાં મૂક્વામાં આવ્યો. રોજ મમ્મી મને શાળામાં મૂકવા આવતી પરંતુ એ મને વર્ગમાં મૂકીને પાછી ફરતી, ત્યાં મારું રડવાનું શરૂ થઈ જતું. બાલમંદિરનાં બહેન ખૂબ પ્રેમાળ હતાં. મારા તરફના તેમના પ્રેમાળ વર્તનને લીધે ધીમેધીમે મને બાલમંદિરે જવાનું ગમવા લાગ્યું. પછી તો બાલમંદિરનાં બીજાં બાળકો સાથે મારે ભાઈબંધી થઈ ગઈ. અમે બધાં સાથે રહીને ભણતાં, ગીતો ગાતાં અને રમતાં. અમને વર્ષમાં બે-ત્રણ વાર નજીકના કોઈ સ્થળના પ્રવાસે લઈ જવામાં આવતાં.
હું પહેલા ધોરણમાં આવ્યો ત્યારે મને થોડુથોડું વાંચતાં લખતાં આવડી ગયું હતું. હું મોટા મોટા અક્ષરોવાળી વાચનમાળા મારી જાતે વાંચતો થયો. શરૂઆતથી જ મારા અક્ષર સારા હતા. હું પહેલા ધોરણની વાર્ષિક પરીક્ષામાં પહેલા નંબરે ઉત્તીર્ણ થયો. મારા આનંદનો પાર ન રહ્યો. પિતાજીએ મને એક સરસ બૅટ ભેટ આપ્યું.
પ્રાથમિક શાળામાં ભણવાની મને ખુબ મજા આવતી. અમને અવારનવાર પ્રવાસે લઈ જવામાં આવતા. પ્રવાસમાં મને મારા મિત્રો સાથે હરવા, ફરવા અને રમવાની ખૂબ મજા પડતી. શાળામાં અમે નાટક, રાસગરબા, ૨મતો, સ્કાઉટ વગેરે પ્રવૃત્તિઓમાં હોંશેહોશે ભાગ લેતા.
રજાઓમાં અને ક્રિકેટ મૅચ ગોઠવતા. મમ્મી મને થોડા દિવસ મામાને ત્યાં રહેવા લઈ જતી. ત્યાં મને ખૂબ મજા આવતી. ભામાં અમને દરરોજ સાંજે ખેતરે લઈ જતા. ત્યાં આંબા પરથી કાચી કેરીઓ પાડવાની, પાણીની કુંડીમાં કૂદી કૂદ કરવાની, ઘાસની ગંજી પરથી લપસવાની અને થપ્પો રમવાની મને ખૂબ મજા પડતી.
“चिन्ता-रहित खेलना खाना, वह फिरना निर्भय स्वच्छंद।
कैसे भूला जा सकता है, बचपन का अतुलित आनंद।।“
બાળપણના એ સોનેરી દિવસો આજેય મને યાદ આવે છે. મારી બાલ્યાવસ્થામાં મારું જીવન કેવું નફકરું અને મોજમસ્તીવાળું હતું ! બસ, ખાઓ, પીઓ અને મજા કરો.’ હવે તો પરીક્ષા, પરીક્ષા અને પરીક્ષા. વર્ગમાં સારા ક્રમે આવવાની કાયમ ચિતા, ત્યારે, મારું મન પોકારી ઊઠે છે કે,
“ફરી બનવા ચાહું છું પ્રભુ ! બાળ નાનું !”
પણ પછી તરત જ સંસ્કૃતના કવિ ભવભૂતિની એ પંક્તિ યાદ આવે છે – ‘ते हि नो दिवसा गता: ‘ અર્થાતુ એ દિવસો તો હવે ચાલ્યા ગયા.