એક નિવૃત્ત શિક્ષકની આત્મકથા પર નિબંધ Autobiography of a Teacher Essay in Gujarati: હું એક નિવૃત્ત શિક્ષક છું, હું મારા ભવ્ય ભૂતકાળને યાદ કરીને મારા નિવૃત્તિકાળના આ દિવસો આનંદમાં વિતાવી રહ્યો મારો જન્મ ગામડાના એક સામાન્ય કુટુંબમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેં ગોમની શાળામાં જ પૂરું કર્યું. હું ભણવામાં હોશિયાર હતો. ભણવું અને ભણાવવું ઘુયો અને ત્યાંથી અંગ્રેજી વિષય સાથે સ્નાતક થયો. પછી મેં બી.એડ.ની ડિગ્રી પણ મેળવી.
એક નિવૃત્ત શિક્ષકની આત્મકથા પર નિબંધ Autobiography of a Teacher Essay in Gujarati
મને મારા ગામની શાળામાં શિક્ષક તરીકેની નોકરી મળી. મારી શાળામાં વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયમાં ખૂબ નબળા હતા. મેં તેમનું અંગ્રેજી સુધારવાનો દઢ સંકલ્પ કર્યો. હું તેમને અંગ્રેજી રસપૂર્વક ભણાવતો. રજાના દિવસે પણ અંગ્રેજીના વર્ગ લેતો. મેં શાળામાં અંગ્રેજી પુસ્તકાલય શરૂ કરાવ્યું હતું. મારા વિદ્યાર્થીઓને અંગ્રેજી પુસ્તકો વાંચી સંભળાવતો અને પછી તેમની પાસે વાંચન કરાવતો. વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષામાં હું નાટક, સંવાદ, વકતવ્ય વગેરે તૈયાર કરાવતો. પરિણામે દર વર્ષે એસ.એસ.સી.ના બધા જ વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયમાં સારા ગુણ મેળવીને ઉત્તીર્ણ થતા.
અમે સૌ શિક્ષકો વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ પણ કરતા. વિદ્યાર્થીઓ પાસે અવારનવાર વર્ગસફાઈ અને મેદાનની સફાઈ કરાવતા. ક્યારેક શ્રમશિબિરો ગોઠવતા. દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરતા. રમતોત્સવ અને પ્રવાસનું પણ આયોજન કરતા. વાવાઝોડું, અતિવૃષ્ટિ, દુષ્કાળ અને ભૂકંપ જેવી કુદરતી આફતો વખતે વિદ્યાર્થીઓ પાસે સ્વયંસેવકોનું કામ કરાવતા અને અનાજ તેમજ ફંડ ભેગું કરાવતા. અમે અમારા વિદ્યાર્થીઓને ઘણી વાર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે લઈ જતા. આમ કરીને વિદ્યાર્થીઓને અમે સમાજોપયોગી કેળવણી પણ આપતા. વળી તેમને અમે ભણતાંભણતાં કમાવીના પાઠ પણ શીખવતા.
શિક્ષક તરીકેની મારી 35 વર્ષની યશસ્વી કારકિર્દી માટે આજે મને પૂરેપૂરો સંતોષ છે, મેં નિઃસ્વાર્થભાવે વિદ્યાર્થીઓની સેવા કરી છે. શરૂઆતનો મારો પગાર ઘણો ટૂંકો હતો. આથી મારે આર્થિક મુશ્કેલી સહન કરવી પડતી હતી. મને શ્રીમદ્ ભગવદ્ગીતાના અભ્યાસે સુખદુઃખમાં સમ રહેતાં અને રાગદ્વેષથી પર રહેતાં શીખવ્યું છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ મેં માનસિક સમતુલા ગુમાવી નથી. હું સાદું, સંયમી અને સાત્ત્વિક જીવન જીવ્યો છું. હું પદ અને પ્રતિષ્ઠાથી દૂર રહ્યો છું. હું નીતિમય જીવન જીવ્યો છું તેથી જ આજે 60 વર્ષની ઉંમરે પણ મારી તંદુરસ્તી ઘણી સારી રહી છે. હું સવારસાંજ ફરવા જાઉં છું. હું રોજ દેવદર્શને જાઉં છું અને નાનાંમોટાં સામાજિક કાર્યો પણ કરતો રહું છું. હું ધાર્મિક પુસ્તકોનું વાંચન કરું છું. મને નિવૃત્તિવેતન મળે છે. તેમાંથી અમારું ભરણપોષણ સારી રીતે થઈ રહે છે. મારે એક દીકરો અને એક દીકરી છે. મારો દીકરો એન્જિનિયર છે. તેની પત્ની સાથે તે શહેરમાં રહે છે. મારી દીકરી શિક્ષિકા છે. તે તેના પતિ સાથે અમારા ગામમાં જ રહે છે. અમે ક્યારેક દીકરાને ઘેર અને ક્યારેક દીકરીને ઘર જઈને દસપંદર દિવસ રહીએ છીએ. મારા વિશાળ કૌટુંબિક વટવૃક્ષની શીતળ છાયામાં હું નિરામય જીવન જીવી રહ્યો છું.
મને હવે કોઈ તૃષ્ણા રહી નથી. હું એક જ પ્રાર્થના કરું છું કે જો મને ફરીથી મનુષ્યનો અવતાર મળવાનો હોય, તો એ અવતારમાં પણ ઈશ્વર મને શિક્ષક જ બનાવે.